કોંગ્રેસની `ન્યાય સ્કીમ`ની જાહેરાત પર નીતિ આયોગના ઉપાધ્યક્ષે ઉઠાવ્યાં સવાલ, ECએ માંગ્યો જવાબ
લોકસભા ચૂંટણી 2019ને લઈને આચારસંહિતાના ભંગ મામલે ચૂંટણી પંચે નીતિ આયોગના ઉપાધ્યાક્ષ રાજીવ કુમારને નોટિસ મોકલી છે. રાજીવ કુમારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ન્યાય યોજના હેઠળ ગરીબોના ખાતામાં વાર્ષિક 72000 રૂપિયા આપવાની જાહેરાત પર સવાલ ઉઠાવ્યાં હતાં.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ને લઈને આચારસંહિતાના ભંગ મામલે ચૂંટણી પંચે નીતિ આયોગના ઉપાધ્યાક્ષ રાજીવ કુમારને નોટિસ મોકલી છે. રાજીવ કુમારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ન્યાય યોજના હેઠળ ગરીબોના ખાતામાં વાર્ષિક 72000 રૂપિયા આપવાની જાહેરાત પર સવાલ ઉઠાવ્યાં હતાં. રાજીવકુમારે કહ્યું કે આમ કરવું એ આર્થિક રીતે શક્ય નથી. રાજીવ કુમારની ટિપ્પણીને ગંભીરતાથી લેતા ચૂંટણી પંચે તેમને નોટિસ પાઠવીને બે દિવસમાં જવાબ આપવાનું કહ્યું છે.
નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે સોમવારે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીના પાંચ કરોડ ગરીબો પરિવારોને ન્યૂનતમ આવક ગેરંટી હેઠળ વાર્ષિક 72000 રૂપિયા આપવાના વચનથી રાજકોષીય અનુશાસન ધરાશયી થઈ થઈ ગયું. રાજીવકુમારે કહ્યું કે આ કોંગ્રેસનો જૂનો દાવ છે. કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે કઈં પણ કહી શકે, કરી શકે છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...